LRD Lokrakshak Physical Test Result

 :: તા.૧૮/૦૩/૨૦૨૨ ::

તા.૨૧/૦૨/૨૦૨૨ નારોજ લોકરક્ષક કેડરની શારીરીક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ. શારીરીક કસોટીના પરિણામ બાબતે ઉમેદવારો તરફથી વાંધા અરજીઓ મંગાવવામા આવેલ. જે અંગે કુલ-૧૨૫૪ વાંધા અરજીઓ મળેલ. તમામ અરજીઓનું રેકર્ડ ઉપરથી ચકાસણી કરતાં, 

કુલ-૧૨૫૪ અરજીઓ પૈકી ૧૦૨૯ અરજીઓના વાંધાઓને સમર્થન મળેલ નથી જે અરજીઓ ફાઇલ કરવામાં આવેલ છે. બાકી રહેલ કુલ-૨૨૫ અરજીઓની વિગત નીચે મુજબ છે.

(૧) ૮૭ અરજીઓમાં ઉમેદવારોએ જાહેર થયેલ પરિણામમાં પોતાની લોકરક્ષક અરજી મુજબની કેટેગીરી ન હોવા અંગે રજૂઆત કરેલ છે. આ તમામ ૮૭ ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર તા.૨૨.૦૨.૨૦૨૨ના રોજ મૂકવામાં આવેલ કેટેગીરી ફેરફાર અંગેનું ૧૮૩૬નું લીસ્ટ જોઇ લેવું.

ઉપરોકત અરજીઓ અનુસંધાને ભરતી બોર્ડનાં અન્ય ડેટામાં ચકાસણી કરતાં, જે ઉમેદવારોને પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરના અલગ-અલગ કોલલેટર મળેલ હતા અને ભરતી બોર્ડ ખાતે બન્ને કોલલેટર મર્જ કરવા અંગે અરજી આપેલ હતી તેવા ઉમેદવારોની કેટેગીરી જાહેર કરેલ પરિણામમાં લોકરક્ષક કેડરની અરજી મુજબની કેટેગીરીના બદલે પો.સ.ઇ. કેડરની અરજી મુજબની કેટેગીરી દર્શાવેલ હોવાનું ધ્યાને આવેલ. 

જેથી હવે લોકરક્ષક કેડરની અરજી મુબજની કેટેગીરી ધ્યાને લેતાં નીચે મુજબનાં ૫ (પાંચ) મહિલા ઉમેદવારોનાં પરિણામમાં ફેરફાર થાય છે.

Gujarat Police logo

અ. નં.નામ અને કન્ફ.નં.પો.સ.ઇ. અરજી મુજબની કેટેગીરીલોકરક્ષક અરજી મુજબની કેટેગીરીજાહેર થયેલ પરિણામ મુજબ ઉંચાઇજાહેર થયેલ પરિણામસુધારા બાદ પરિણામ
LAXMIBAHEN ISHVARBHAI KHARADI
Conf.No. 33281493
SCST151.50નાપાસપાસ
PUSHPABEN LALABHAI RAJAT
Conf.No.95510019
SCST152.00નાપાસપાસ
LILU NATHABHAI MORI
Conf.No.13497517
STSEBC154.00પાસનાપાસ
JOSHABEN PARVATBHAI HAJARIYA
Conf.No.41458238
STSEBC152.00પાસનાપાસ
ALKABEN DALASANJI SOLANKI
Conf.No.75224583
STSEBC152.70પાસનાપાસ

અ.નં. ૩,૪ અને ૫ મુજબના ઉમેદવાર પોતાના નાપાસ પરિણામથી અજાણ હોઇ, ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલની તક મેળવેલ નથી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને પૂનઃ માપણી માટે બોલાવવામાં આવેલ. 

જેમાં અ.નં.૫ અલકાબેન સોલંકી ગેરહાજર રહેલ તેમજ અ.નં.૩ અને ૪ મુજબના બન્ને ઉમેદવાર પૂનઃ માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ છે.

(ર) પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરના કોલલેટરને મર્જ કરવા અથવા મર્જની વિગતમાં સુધારો કરવા અંગે મળેલ કુલ-૧૧૩ ઉમેદવારોના પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટરને મર્જ કરવામાં આવેલ છે પો.સ.ઇ. કેડરના પરિણામ મુજબ લોકરક્ષકમાં પણ પાસ જાહેર કરવામાં આવે છે. વિગત જોવા માટે અહીં કલીક કરો....

(૩) બાકી રહેલ કુલ-૨૫ અરજીઓની તેમજ તે અરજીઓ સંબંધે વિગતવારની ચકાસણી કરતાં,

(A) પરિણામમાં સમાવેશ થયેલ છે પરંતુ, માર્કસ શૂન્ય હોવા અંગે મળેલ એક અરજી તેમજ અન્ય ડેટાની ચકાસણી કરતાં, નીચે મુજબનાં કુલ-૩ ઉમેદવારોના પરિણામમાં માર્કસ શૂન્ય દર્શાવેલ હતા.

Sr.No.CONFIRM.
NO.
NAME OF CANDIDATERUNNING
NET TIME
પરિણામમાં દર્શાવેલ ગુણસુધરેલ ગુણ
115477897KIRAN DAHYABHAI HARIJAN00:08:38015
236387877VIBHABEN YOGESHKUMAR JADAV00:08:53015
397170606VASANT KUMAR SANDHABHAI CHAUDHARY00:12:18010

જે અંગેનો જરૂરી સુધારો ડેટાબેઝમાં કરવામાં આવેલ છે. ઉમેદવારે ઉપર દર્શાવેલ છેલ્લા કોલમ મુજબના ગુણ ધ્યાને લેવાના રહેશે.

(B) ઉમેદવાર જયપાલસિંહ હરદેવસિંહ રાણા, કન્ફ.નં.૫૯૧૬૧૭૫૯ નાઓ નામદાર કોર્ટનાં SCA-2585/2022 અન્વયે પૂનઃ માપણીમાં પાસ થયેલ પરંતુ પરિણામમાં નામ ન હોવા અંગે મળેલ અરજીની ચકાસણી કરતાં, શરતચૂકથી જાહેર કરેલ પરિણામમાં સમાવેશ થયેલ ન હોઇ, હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.

(C) ઉમેદવાર ઠાકોર રણજીતજી પ્રવિણજી, કન્ફ.નં.૪૧૨૨૧૧૮૮ નાઓ નામદાર કોર્ટનાં SCA-1178/2022 અન્વયે પૂનઃ માપણીમાં પાસ થયેલ છે. જેથી હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.

(D) પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ છે પરંતુ પો.સ.ઇ. મુજબનું પાસ પરિણામ લોકરક્ષકમાં જાહેર થયેલ નથી તે બાબતની મળેલ એક અરજી અન્વયે ચકાસણી કરતા, નીચે મુજબના ૬ ઉમેદવારોના પો.સ.ઇ. ના પાસ પરિણામ મુજબ લોકરક્ષકનાં પાસ પરિણામ જાહેર થયેલ ન હોવાનું ધ્યાને આવેલ છે.

Sr.
No.
PSI
Confim.No
NamePSI
Confim.No
131293646Mr. RAVIBHAI VIRABHAI CHAVDA89222046
212883760Mr. SUMANKUMAR HEMRAJBHAI CHAUDHARI31291233
331079317Mr. MAHEPALSINH HINDUSINH SOLANKI87991571
447712404Mr. NAGAJIBHAI SOMABHAI BAROT33578321
560934865Mr. VIJAYKUMAR PRAVINBHAI PARMAR15442928
610880978Mr. GOHIL KULDIPSINH RANJITSINH20871171

ઉપરોકત ૬ ઉમેદવારોને પો.સ.ઇ.ના જાહેર થયેલ પરિણામ મુજબ લોકરક્ષકમાં પણ પાસ જાહેર કરવામાં આવે છે.

(E) નીચે મુજબના ૩ ઉમેદવારોએ પોતે પાસ હોવા છતાં જાહેર કરેલ પરિણામમાં પોતાનું નામ નથી તે બાબતની અરજી કરેલ. જેની ચકાસણી કરતાં આ ઉમેદવારોના એનેક્ષર-૬/પ-બી મુજબના ડેટા જાહેર કરવામાં આવેલ લોકરક્ષક પરિણામમાં અપડેટ થયેલ ન હોઇ, નાપાસ જાહેર કરેલ હતા. જેઓને હવે એનેક્ષર-૬/એનેક્ષર-પ-બી મુજબના ડેટા ધ્યાને લેતાં પાસ જાહેર કરવામાં આવે છે.

અ.નં.નામજેન્ડરકેટેગીરીડેટા મુજબ ઉંચાઇએનેક્ષર-૬/પ-બી મુજબ ઉંચાઇ
TRUPTI JADAVBHAI PAMAK CONFIRM.NO.22235018FEMALESEBC154154.5
MANISHABEN VELJIBHAI THAKOR CONFIRM.NO.53980451FEMALESEBC154.1154.6
JINAL GORDHANBHAI JOSHI
CONFIRM.NO. 95101788
FEMALEGeneral (EWS)154154.5

(F) નીચે મુજબના બે ઉમેદવારોએ આપેલ અરજી બાબતનો નિર્ણય બાકી હોઇ, તેઓની શારીરીક માપ કસોટી થઇ શકેલ નહી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને શારીરીક માપ કસોટી માટે બોલાવવામાં આવેલ.

અ.નં.કન્ફર્મેશન નંબરનામજાહેર થયેલ પરિણામ
64245411Mr. NARESHBHAI RATABHAI KODARVIપાસ
61781574Mr. BHANUBHAI MEGALABHAI KODARVIનાપાસ


અ.નં.૧ ઉપરના ઉમેદવાર પાસ જાહેર થાય છે, જયારે અ.નં.૨ ઉપરના ઉમેદવાર શારીરીક માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ છે.

(G) નીચે મુજબના બે ઉમેદવારોને લોકરક્ષક કેડરના પરિણામ જાહેર થયા બાદ પો.સ.ઇ. ભરતી બોર્ડ દ્વારા લાયક ઠરાવતાં અને બન્ને ઉમેદવારો લોકરક્ષક કેડરના પણ ઉમેદવાર હોવાથી પો.સ.ઇ. કેડરના પાસ પરિણામ મુજબ લોકરક્ષક કેડરમાં પણ તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.


અ.નં.કન્ફર્મેશન નંબરનામ
70765973ROHIT RAMESHBHAI MAKAVANA
25940273JAYESHKUMAR HARJIBHAI KATAKIYA


(H) જે ઉમેદવારોના પોતાના કોલલેટરમાં PET PASS, PST PASS કે LRD PASSના સિક્કા મારેલ છે અને જાહેર કરેલ પરિણામમાં નામ ન હોવા અંગે અરજીઓ કરેલ હતી તેવા નીચે મુજબના ૧૩ ઉમેદવારોના એનેક્ષર-૬ની ચકાસણી કરતાં, શારીરીક માપ કસોટીમાં નાપાસ જાહેર થયેલ હતા. પરંતુ, પોતાના નાપાસ પરિણામથી અજાણ હોવાથી ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલની તક મેળવેલ નથી. જેથી તા.૦૮.૦૩.૨૦૨૨ના રોજ SRPF ગૃપ-૧ર, ગાંધીનગર ખાતે તેઓને પૂનઃ માપણી માટે બોલાવવામાં આવેલ.


અ.નં.કન્ફર્મેશન નંબરનામપૂનઃ માપણી બાદ જાહેર થયેલ પરિણામ
167183515Mr. MAHESH MANUBHAI JOLIYAનાપાસ
257190373Ms. PUSHPA DINESHBHAI HANDAગેરહાજર
341578250Mr. NAVGHANBHAI MATRABHAI SARADIYAપાસ
456403879Ms. JAGRUTIBEN RAJUBHAI SOLANKIનાપાસ
529655608Ms. PINKALBEN DHULABHAI MAHERAનાપાસ
651756441Mr. ABHIRAJSINH GAJENDRASINH JADEJAનાપાસ
792170740Mr. ARAJANBHA HEBHABHA MANEKનાપાસ
842699497Ms. PARUL RUPSANGBHAI JAMODપાસ
937894004Ms. PRITIBEN DHIRENDRASINH PARMARપાસ
1048045298Mrs. LALITABEN RAMBHAI CHARANIYAપાસ
1195517907Ms. NAYANABEN POPATBHAI MAKAVANAનાપાસ
1274396864ROHITSINH KANAKSINH ZALAનાપાસ
1327058672Mr. RAVIRAJBHAI BHUPATBHAI MOBHગેરહાજર

અ.નં.૨ અને ૧૩ ગેરહાજર રહેલ છે તેમજ અ.નં.૧,૪,૫,૬,૭,૧૧ અને ૧૨ મુજબના ઉમેદવારો નાપાસ જાહેર થયેલ છે જયારે અ.નં.૩,૮,૯ અને ૧૦ મુજબના ઉમેદવારો પૂનઃ માપ કસોટીમાં પાસ જાહેર થયેલ છે.

(I) મેડીકલ કારણોસર જે ઉમેદવારો પો.સ.ઇ. કેડરમાં કસોટી આપવા સક્ષમ નહોતા અને પો.સ.ઇ. કેડરની ઉમેદવારી રદ્દ કરી, લોકરક્ષકમાં શારીરીક કસોટી માન્ય કરેલ હોય તેવા ઉમેદવારો પૈકી વિજયકુમાર ઇશ્વરલાલ મકવાણા કન્ફ.નં.૮૪૮૬૫૭૪૧ નાઓ લોકરક્ષકમાં પાસ હોવા છતાં ટેકનીકલ કારણોસર લોકરક્ષક પરિણામમાં સમાવેશ થયેલ નથી. જેથી હવે તેઓને પાસ જાહેર કરવામાં આવે છે.

ઉપરોકત તમામ વિગતોમાં જે ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે તે તમામ ઉમેદવારો લોકરક્ષક કેડરની ભરતીનાં હવે પછીના તબક્કામાં ભાગ લઇ શકશે.

Comment

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel